અર્જુન પુરસ્કારો માટે 19 એથલીટોને પસંદ કરવામાં આવ્યા

admin
1 Min Read

આ વર્ષના અર્જુન પુરસ્કારો માટે 19 એથલીટોને પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉંડર રવિન્દ્ર જાડેજા અને મહિલા ક્રિકેટર પૂનમ યાદવને આ વર્ષે અર્જુન પુરસ્કારો માટે પસંદ કરવામાં આવ્યા છે. બીસીસીઆઈએ આ વર્ષે અર્જુન એવોર્ડ માટે ચાર ક્રિકેટરોના નામ મોકલ્યા હતા. જેમાં રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને પુનમ યાદવના નામો શામેલ છે.,……પેરા એથલીટ દીપા મલિક અને રેસલર બજરંગ પુનિયાને દેશનો સર્વોચ્ચ રમત સમ્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળશે. રમતમાં જબરદસ્ત પ્રદર્શન કરનારને સમ્માન સ્વરૂપે આ એવોર્ડ આપવામાં આવે છે. આ માટે અલગ અલગ રમત બોર્ડ ખેલાડીઓના નામે રમત મંત્રાલયને મોકલે છે. જે ખેલાડીઓના નામોની ભલામણ થાય છે મોટા ભાગે તેમાંથી જ કોઈને એવોર્ડ મળે છે. આ એવોર્ડ 1961થી શરૂ થયો હતો અને નિશાનો લગાવતા અર્જુનની મુર્તિ સાથે 5 લાખ રૂપિયા મળે છે…..સુપ્રીમ કોર્ટના આદેશ પર નિયુક્ત પ્રશાસકોની સમિતિએ સબા કરીમની હાજરીમાં આ ક્રિકેટરોના નામ અર્જુન એવોર્ડ માટે નક્કી કર્યા છે. કરીમે જ આ ચારેય નામનો પ્રસ્તાવ રાખ્યો. મજાની વાત એ છે કે આ વખતે જે ચાર નામો અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યા છે તે બધા બોલર અથવા બોલર ઓલરાઉંડર છે.

Share This Article