હ્યુન્ડાઈ કંપની બંધ કરી શકે છે ડીઝલ એન્જિનવાળી ગ્રાન્ડ i10

admin
1 Min Read

હ્યુન્ડાઈ ભારતીય માર્કેટમાં 20 ઓગસ્ટે પોતાની નવી કાર ગ્રાન્ડ i10 નિઓસ લોન્ચ કરશે. નવી કાર આવ્યા બાદ પણ કંપની ગ્રાન્ડ i10નું વર્તમાન મોડેલ બંધ નહીં કરે, પરંતુ તેના ઓપ્શન ઓછા થઈ જશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાન્ડ i10નું વર્તમાન મોડેલ માત્ર પેટ્રોલ એન્જિનમાં વેચવામાં આવશે અને તે માત્ર ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે.

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10નું વર્તમાન મોડેલ કંપનીની લાઈનઅપમાં સેન્ટ્રો અને ગ્રાન્ડ i10 નિયોસની વચ્ચે રહેશે. આ ત્રણ મિડ-વેરિઅન્ટ- મેગ્ના સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ ડ્યૂઅલ ટોનમાં ઉપલબ્ધ હશે. સાથે ગ્રાન્ડ i10નું ડીઝલ એન્જિન મોડેલ બંધ કરવામાં આવશે અને આ કાર માત્ર 83hp પાવરવાળી 1.2 લીટર પેટ્રોલ એન્જિનમાં આવશે.

હ્યુન્ડાઈ થોડાક સમયબાદ i10નું પેટ્રોલ એન્જિનને BS6 એમિશન નોર્મ્સના અનુરૂપ અપગ્રેડ કરશે. આ એન્જિનની સાથે માત્ર 5 સ્પીડ મેન્યુઅલ ગિઅરબોક્સ મળશે. ઓટોમેટિક ગિઅરબોક્સનું ઓપ્શન નવી કાર ગ્રાન્ડ i10 નિઓસમાં ઉપલબ્ધ હશે. ગ્રાન્ડ i10માં કોઈ કોસ્મેટિક કે સ્ટ્રક્ચર ફેરફાર કરવામાં નથી આવ્યા. જો કે, થોડાક સમય બાદ તેની સ્ટાઈલમાં થોડો ફેરફાર થશે. જેથી કાર નવી પેડેસ્ટ્રિયન સેફ્ટી નોર્મ્સ પર ખરી ઉતરી શકશે.

Share This Article