ગુજરાત કોંગ્રેસમાં નવા જૂની થવાના એંધાણ

admin
1 Min Read

રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજયમાં વિપક્ષી દળ કોંગ્રેસ અને સત્તાપક્ષ ભાજપ વચ્ચે જબરદસ્ત ચૂંટણી જંગ જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનાં 3 ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં કોંગ્રેસ માટે પરિસ્થિતિઓ ગંભીર બની છે.

ત્યારે હવે વધુ ધારાસભ્યો તૂટતા રોકવા કોંગ્રેસની રણનીતિ ઘડી છે. જે હેઠળ ધારાસભ્યોને સાચવવા અલગ-અલગ 3 ટીમ તૈયાર કરવામાં આવી છે.

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપતાં કોગ્રેસના એક ઉમેદવારની હાર નિશ્વિત જોવા મળી રહી છે. એમાં પણ શક્તિસિંહ ગોહિલને પ્રથમ પ્રેફરન્સ મળતાં ભરતસિંહ સોલંકીની હાર નક્કી ગણાઈ રહી છે. ભરતસિંહ પોતાને પ્રથમ પ્રેફરન્સ મળે એ માટે પ્રયત્નશીલ છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ શક્તિસિંહ ગોહિલની તરફેણમાં છે.

ભરતસિંહ સોલંકી આ માટે પોતાના સમર્થક ધારાસભ્યો પાસે હાઇ કમાન્ડ પર દબાણ વધારી રહ્યા છે. ભરતસિંહના સમર્થનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ધારાસભ્યો છે. ઓબીસી ધારાસભ્યોની પ્રથમ પસંદગી ભરતસિંહ સોલંકી છે. જ્યારે શક્તિસિંહ ગોહિલના સમર્થનમાં સૌરાષ્ટ્રના ધારાસભ્ય છે.

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોગ્રેસ પાર્ટીમાં બે ફાડચા પડવાની શક્યતા છે. ચૂંટણીને લઈને કોંગ્રેસ તમામ ધારાસભ્યોને એક સ્થળે ખસેડશે.મધ્ય ગુજરાતથી ધારાસભ્યોને ખસેડવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ધારાસભ્યોને રાજસ્થાનના કોઇ રિસોર્ટમાં લઇ જવામાં આવે તેવી પણ સંભાવના છે જે તમામ ધારાસભ્યોને 10 તારીખ સુધીમાં એક સ્થળે ખસેડવાની કોંગ્રેસની યોજાના છે.

Share This Article