ITI સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની પરીક્ષાનું પરિણામ જાહેર કરવા માંગ

admin
1 Min Read

ગુજરાતભરની ITIમાં 50 જેટલા વિવિધ ટ્રેન્ડમાં 2367 સુપરવાઈઝર ઈન્સ્ટ્રેક્ટરની ભરતી કરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેખિત તેમજ પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી હતી.

ત્યારે આ પરીક્ષાને 1 વર્ષથી વધુ સમય થયો હોવા છતાં હજી સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી તો જે લોકોના પરિણામ આવ્યા છે તેમને હજી સુધી એપોઈન્ટમેન્ટ આપવામાં આવી નથી.

જેને લઈને આઈટીઆઈ સુપરવાઈઝર ઈન્સ્ટ્રેક્ટરની પરીક્ષા આપનાર ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

જે અંતર્ગત બનાસકાંઠામાં પણ ઉમેદવારોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે જો પરિણામ જાહેર નહીં કરાય તો આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

આવેદન ચૌધરી ભરત, ભાવેશ પટેલ, હિના પટેલ અને ચૌધરી પ્રકાશ સહિતના પરીક્ષાર્થીઓ દ્વારા પાઠવવામાં આવ્યુ હતું.

Share This Article