સેક્રેડ ગેમ્સ-2 રીવ્યુ – પહેલી સીઝન કરતાં બીજી સીઝન ખૂબ જ પાવરફુલ

admin
2 Min Read

15મી ઑગસ્ટે ‘નેટફ્લિક્સ’ પર ‘સેક્રેડ ગેમ્સ’ની બીજી સીઝન રજૂ કરવામાં આવી છે. જોકે આ સીઝનને પહેલાં કરતાં વધુ ગ્રૅન્ડ લેવલ પર અને સ્ટાઇલિશ બનાવવામાં આવી છે. પહેલી સીઝન કરતાં બીજી સીઝન ખૂબ જ પાવરફુલ છે. જોકે આ સીઝનમાં પાવર ફક્ત એક જ વ્યક્તિ પાસે નથી. તમામ પાત્રોને ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવ્યાં છે. પહેલી સીઝનમાં જે સવાલ હતા એ આ સીઝનમાં પૂરા કરવામાં આવ્યા છે. ગણેશ ગાયતોંડેની સ્ટોરીને અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરી છે, અને સરતાજ સિંહની નીરજ ઘાયવાને. આ સીઝનની ડોર ગણેશ, સરતાજ, રણવીર શૌરી, પંકજ ત્ર‌િપાઠી અને કલ્કિ કોચલિન પણ છે. ગણેશ ગાયતોંડેને આ સીઝનમાં પાવરફુલની સાથે મજબૂર અને અસહાય પણ દેખાડવામાં આવ્યો છે. પંકજ ‌ત્રિપાઠીએ આ શોમાં ગુરુજીનું પાત્ર ભજવ્યું છે. તે જ્યારે પણ કોઈ ડાયલૉગ બોલે છે ત્યારે સાચે જ કોઈ ગુરુજી બોલતો હોય એવો અહેસાસ થાય છે. કલ્કિ આ શોમાં બત્યાનું પાત્ર ભજવી રહી છે, તેની કામનેસ અને ડાયલૉગ-ડિલિવરી ખૂબ અદ્ભુત છે. જોજો એટલે કે સુરવિન ચાવલા પણ આ શોમાં ખૂબ જ મહત્ત્વના રોલમાં છે.રણવીર શૌરીએ આ શોમાં નાનું, પરંતુ ખૂબ જ મહત્ત્વનું પાત્ર ભજવ્યું છે.ઍક્ટિંગ, ડિરેક્શન અને સ્ટોરીને કારણે આ શો નેટફ્લિક્સ ઇન્ડિયાનો અત્યાર સુધીનો બેસ્ટ શો કહીં શકાય. વચ્ચે વચ્ચે ઘણા ડાયલૉગ મરાઠીમાં છે આથી સબ-ટાઇટલ ઑન રાખવા જરૂરી બને છે. આ શો આશાવાદી અને નિરાશાવાદી બન્ને પ્રકારના દર્શકો માટે ઉત્તમ છે.

Share This Article