કોરોના મહામારી : મહારાષ્ટ્રે વધારી આખા દેશની ચિંતા

admin
1 Min Read

દેશભરમાં કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે…જોકે, મહારાષ્ટ્રે સમગ્ર દેશની ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જ જાય છે. દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 3 લાખને પાર પહોંચી ચુકી છે.

ત્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. નોંધનીય છે કે, કોરોના વાયરસના કેસની સંખ્યા મહારાષ્ટ્રમાં એક લાખને પાર પહોંચી ચૂકી છે…

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો એક લાખને પાર પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3493 નવા કેસ નોંધાયા છે.

આ સાથે જ મુંબઇમાં ગત 24 કલાકમાં 1366 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ 90 લોકોના મોત થયાં છે. તો કુલ દર્દીઓની સંખ્યા 101141 થઇ ચુકી છે.  મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને કારણે મરનારની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં 127 લોકોના મોત થયાં હતા. આમ અત્યાર સુધીમાં કોરોનાને કારણે 3717 લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે.

Share This Article