નાઈટ કર્ફ્યૂને લઈ કેન્દ્રએ રાજ્ય સરકારોને આપ્યા આદેશ

admin
1 Min Read

દેશમાં અનલોક-1 લાગુ કર્યા બાદ સતત કોરોના વાયરસનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. એવામાં અનલોકમાં આપવામાં છૂટછાટ મુદ્દે સરકારે ફરીવાર સ્પષ્ટતા કરી છે.

સરકારે કહ્યું કે નાઈટ કર્ફ્યું ચાલુ રહેશે પરંતુ આ કર્ફ્યુંમાં હાઈવે પર ટ્રક-બસ જેવા વાહનોને રોકવા નહીં. આ સિવાય જરૂરી સેવા આપતા લોકોને પણ છૂટ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, દેશમાં કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે ગૃહ મંત્રાલયે અનલોક-૧માં રાત્રે ૯ વાગ્યાથી લઈને સવારે ૫ વાગ્યા સુધી નાઈટ કરફ્યુની જાહેરાત કરી હતી.

પરંતુ હવે ગૃહ મંત્રાલયે તેને લઈ એક સ્પષ્ટતા કરી છે કે, જરૂરી સેવાઓ સિવાય અન્ય લોકોએ ઘરની બહાર જવા માટે પ્રતિબંધ હોવો જોઈએ. જોકે નાઈટ કરફ્યુમાં હાઈવે પર ચાલનારી ગાડીઓમાં કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લાગૂ નથી.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે, રાત્રે ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને છૂટછાટ આપવામાં આવી છે. અનલોક-૧માં ઘણા રાજ્યો નાઈટ કરફ્યુમાં હાઈવે પરથી પસાર થઇ રહેલા લોકો, બસ અને માલસામાનની હેરાફેરી કરનારા ટ્રકોને પણ રોકી રહ્યા છે, તેમણે એવું કરવાનું નથી.  દેશભરમાં આવશ્યક ગતિવિધિઓને છોડીને ગૃહ મંત્રાલયે રાત્રિના ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી લોકોની ગતિવિધિઓને પ્રતિબંધ કરવા માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.

Share This Article