કુલગામ અને પુલવામામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ

admin
1 Min Read

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા આતંકીઓ વિરુદ્ધનું અભિયાન ચાલી રહ્યુ છે.  ત્યારે જમ્મૂ અને કાશ્મીરના પુલવામા અને કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે.

આ દરમિયાન ભારતીય સેનાએ બે આતંકીઓને ઠાર માર્યાં છે. કુલગામ જિલ્લાના નિપોરા વિસ્તારની સેનાએ ઘેરબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ શરૂ થયું હતું.

આ અથડામણમાં બે આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કુલગામ જિલ્લાના નિપોર વિસ્તારમાં શુક્રવારે રાત્રિથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.  આ દરમિયાન અન્ય આતંકવાદીઓની શોધખોળ માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

કાશ્મીર પોલીસે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે બે અજાણ્યા આતંકવાદીઓ અથડામણમાં ઠાર કરાયા છે..આતંકીઓ પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે જ્યારે તેમની ઓળખ કરવામાં આવી રહી છે.આપને જણાવી દઈએ કે, આ અઠવાડિયે દક્ષિણ કાશ્મીરમાં આ ચોથી અથડામણ છે. આ પહેલાં શોપિયા જિલ્લામાં ત્રણ અલગ-અલગ અથડામણમાં ટોચના હિજબુલ કમાન્ડરો સહિત 14 આતંકવાદી ઠાર મારવામાં આવ્યા છે. તો ગત એક અઠવાડિયામાં સુરક્ષાબળોએ ઘાટીમાં 16 આતંકવાદીઓને ઠાર માર્યા છે.

Share This Article