વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને માર મારવાનો મામલો

admin
2 Min Read

વાવ પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી અને રબારી સમાજની લૂંટની ફરીયાદ મામલે પોલીસ સામે કાર્યવાહી નહીં કરવાની શરતે સમાધાન થયું હોવાની બાબત ચર્ચાસ્પદ બની છે. પી.એસ.ઓ ઈશ્વરભાઈએ તેમને મોબાઈલ ઉપર એક યુવકે તમે મારી ફરિયાદ લેતા નથી મારે મરી જવું છે તેમ બોલી પ્લાસ્ટિકની બોટલ કાઢી તેમાંથી પ્રવાહી પી પડી ગયો હતો તેથી સારવાર અર્થે લઈ જવા પોલીસ સ્ટેશન બહાર લાવતાં રબારી સમાજના માણસો આડા પડ્યા હતા તેમ છતાં સરકારી વાહનમાં જ થરાદની જેજે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જ્યાં પણ વીસેક માણસોના ટોળાએ અસરગ્રસ્તને હોસ્પિટલ લઈ ન જવા દેવા માટે પણ ફરજમાં રૂકાવટ કરી હતી. તેમ છતાં પણ પોલીસ સ્ટાફની મદદથી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ જઈ સ્ટ્રેચર ઉપર સુવડાવતાં યુવકને નીચે ખેંચતાં બંન્ને નીચે પડ્યા હતા. આ વખતે કેટલાક આગેવાનો અને સો માણસોના ટોળાએ પોલીસ સ્ટાફને ધક્કે ચડાવ્યા હતા. ત્યાર બાદ પીએસઆઇ ડોક્ટરને બોલાવવા જતાં ટોળા અને માણસોએ પોલીસ કાફલાને ધક્કે ચઢાવી યુવકને હોસ્પિટલમાંથી ઉંચકીને બહાર લાવી વાવ પોલીસના સરકારી વાહનની સીટમાં સુવડાવી દીધો હતો.આથી આ લોકો તેની સારવાર કરવા નહી દે તેવું જણાતાં ઉપરી અધિકારીઓને મદદ માટે ટેલિફોનથી જાણ કરતાં પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને સરકારી વાહનમાંથી 108 માં લઇ થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. વાવ પીએસઆઇની ફરિયાદના આધારે થરાદ પોલીસે નાગજીભાઇ કેશરાભાઇ રબારી તથા રૂડાભાઇ દેવરાજભાઇ રબારી બંન્ને રહે. ખિમાણાવાસ તથા રૂડાભાઇ ઉર્ફે ગમન કુવરાભાઇ રબારી રહે.જેલાણા તથા ઠાકરશીભાઇ ઉર્ફે તુષારભાઇ ખેતાભાઇ રબારી તથા લાલાભાઇ ઠાકરશીભાઇ રબારી બંન્ને રહે.ભાટવરવાસ તા.વાવ તથા જગતાભાઇ રામાભાઇ રબારી મુળ રહે ખિમાણાવાસ હાલ રહે. વજેગઢ તા.થરાદ તથા વિષ્ણુભાઇ રબારી રહે.ઉમેદપુરા તા.વાવ તથા હમીરભાઇ રામાભાઇ રબારી રહે.તીર્થગામ તા.વાવ અને ટોળાના બીજા 150 માણસો સામે કાર્યવાહી કરી હતી.

Share This Article