સુરતમાં લુમ્સના કારખાનામાં લાગી ભીષણ આગ

admin
1 Min Read

સુરતમાં વધુ એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના લુમ્સના કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે. અમરોલી-સાયણ રોડ પર લસકાના ખાતે આવેલી અંજની એસ્ટેટમાં લુમ્સના કારખાનામાં આ આગ લાગી છે. કારખાનાના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આગના બનાવ અંગે જાણ થતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમણે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો.

મળતી માહિતી મુજબ, સુરતમાં કાપડના કારખનામાં ભીષણ આગ લાગી હતી. સાયણા રોડ પર આવેલી અંજની ઈન્ડસ્ટ્રીઝમાં આ આગ લાગી હતી.. આગના બનાવના પગલે  ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં છેલ્લા અહેવાલ મળ્યા ત્યાં સુધી કોઈ જાનહાનિ થઈ હોવાનુ જાણવા મળ્યુ નથી…

Share This Article