21 જૂને રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે

admin
1 Min Read

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઉકળાટ અને ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાજ્યના ઘણા ભાગોમાં બે દિવસથી બપોરના સમયે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે.

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં શુક્રવારે 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું. જેના કારણે લોકોને બપોરના સમયે ઉકળાટ અને તાપનો અનુભવ થયો હતો. જ્યારે વડોદરામાં 34 ડિગ્રી, તો ગાંધીનગરમાં 36 ડિગ્રી, મહેસાણામાં 36 ડિગ્રી નોંધાયુ હતું.

બીજીબાજુ સવારના સમયે વાદળછાયું વાતાવરણ પણ કેટલાક ભાગોમાં જોવા મળ્યુ હતું. હવામાન વિભાગના મતે 21 જુને રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, જુનાગઢ, ગીરસોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદી માહોલ રહશે તથા 21થી 25 જૂનના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ,સૌરાષ્ટ્ર -કચ્છના  ભાગોમાં વરસાદ થશે. તેમજ બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્રના વહનનું હળવું દબાણ દેશના મધ્યપ્રાંતમાં રહેતું હોવાથી 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થશે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે..ખેડૂતો પણ ફરી સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે .પ્રી મોનસૂન વરસાદ સારો થતા ખેડૂતોએ વાવણી કરી દીધી છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે..

Share This Article