ભૂટાનનાં યુવા વૈજ્ઞાનિક પણ ઉપગ્રહ બનાવશે-મોદી

admin
1 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ માટે ભૂટાનનાં પ્રવાસે છે. પ્રવાસનાં બીજા દિવસે ભૂટાનની રોયલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યુ કે ભારત અને ભૂતાન એક બીજાને ખૂબ સારી રીતે સમજે છે. અમારા માટે એ ખુશીની વાત છે કે ભૂટાનનાં યુવા વૈજ્ઞાનિકો નાના સેટેલાઈટની ડિઝાઈન અને લોન્ચિંગ માટે ભારતની મુલાકાતે આવશે. મને આશા છે કે એક દિવસે તમારામાંથી પણ ઘણાં લોકો વૈજ્ઞાનિક, એન્જિનિયર અને ઈનોવેટર બનશે. પીએમ મોદીએ જણાવ્યું કે આજે ભારત દેશ તમામ ક્ષેત્રે ઐતિહાસિક પરિવર્તનોનો સાક્ષી બની રહ્યો છે. અને હાલમાં અમે ભારતમાં ગરીબી દૂર કરવા માટેનાં પ્રયત્નો પર ભાર મુકી રહ્યા છીએ. મહત્વનું છે કે નરેન્દ્ર મોદી શનિવારે ભૂતાન પહોંચ્યા હતા. અને પ્રવાસ દરમિયાન કેટલાક મહત્વનાં કરારો કરાયા હતા જેમાં ભારત અને ભૂતાનની વચ્ચે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ, નોલેજ નેટવર્ક, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્પેસ સેટેલાઈટ, રૂપે કાર્ડના ઉપયોગ સહિત 9 કરાર પર હસ્તાક્ષર થયા હતા. અગાઉ વડાપ્રધાન મોદીએ ભૂટાનના વડાપ્રધાન ડો. લોતે શેરિંગ સાથે સંસદમાં મુલાકાત પણ કરી હતી.

Share This Article