રાજ્યમાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

admin
1 Min Read

રાજ્યમાં વરસાદે 4 દિવસ વિરામ લીધા બાદ રવિવારે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તો સોમવારે સવારે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતું. તો કેટલાક ભાગોમાં વરસાદ પણ વરસ્યો હતો. સોમવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 4.1 ઇંચ વરસાદ માત્ર બે કલાકમાં ખાબક્યો છે.

રવિવારે રાજ્યના 16 જિલ્લાના 68 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 6.7 ઇંચ અને કચ્છના માંડવીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. હવમાન વિભાગે આગાહી કરી છેકે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં વરસાદના લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેને કારણે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં 6.7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે નખત્રાણામાં 2 ઈંચ, કુતિયાણામાં 2 ઈંચ, જૂનાગઢમાં 2 ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ, સુત્રાપાડામાં દોઢ ઈંચ તો ઉપલેટા-જામજોધપુર-વંથલીમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Share This Article