ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 29001 થઈ

admin
1 Min Read
Fake blood is seen in test tubes labelled with the coronavirus (COVID-19) in this illustration taken March 17, 2020. REUTERS/Dado Ruvic/Illustration

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 572 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 24 કલાકમાં 575 દર્દીની તબિયતમાં સુધારો થયો છે. ગુજરાતમાં નવા 572 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 29001 થઈ ગઈ છે..

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 25 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1736 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 21096 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 215 કેસ નોંધાયા છે.

અમદાવાદ ઉપરાંત સુરતમાં 172, વડોદરામાં 45 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ-જામનગરમાં 13-13 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો ભરુચમાં 10, આણંદ-પંચમહાલ-નર્મદા-સુરેન્દ્રનગરમાં 9-9 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગર-અરવલ્લીમાં 7-7 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો નવસારીમાં 6, ભાવનગર-ગીર સોમનાથ-કચ્છ-વલસાડમાં 5-5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત મહેસાણા-જુનાગઢ-અમરેલીમાં 4-4 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજ્યના અન્ય જિલ્લામાં ખેડા-મહિસાગર-પાટણ-છોટાઉદેપુરમાં પણ 3-3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 6169 એક્ટિવ કેસ છે. જેમાં 70 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 6099 સ્ટેબલ છે.

Share This Article