ગુજરાતમાં પેટાચૂંટણી માટે ભાજપે ઘડ્યો પ્લાન, 8 મંત્રીઓને સોંપવામાં આવી જવાબદારી

admin
2 Min Read

ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપની કોર કમિટિની બેઠક યોજાઇ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યમાં યોજાનારી આગામી સ્વરાજ્યની ચૂંટણી અને પેટાચૂંટણીને ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે સરકારના 8 મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં રાજ્યમાં યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણીઓ અંગે કોર ગ્રુપની બેઠક મળી છે. વર્ષ 2019માં સંગઠન સંરચના દરમિયાન કોર ગ્રૂપની બેઠક મળ્યા બાદ હવે જૂન માસના અંતિમ દિવસોમાં બેઠક મળી છે, આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી સતિશ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સરકારના 8 મંત્રીઓને પેટાચુંટણીની તૈયારીઓ માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અબડાસા માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કે.સી.પટેલની નિમણૂંક કરાઈ છે. લીંમડી બેઠક માટે આર.સી.ફળદુ અને નીતિન ભારદ્વાજની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ડાંગ બેઠક માટે ગણપત વસવા અને પૂર્ણેશ મોદીની નિમણૂંક કરાઈ છે. તો મોરબી માટે સૌરભ પટેલ અને આઈ.કે.જાડેજાની નિમણૂંક કરવામાં આવી છે.

જ્યારે ગઢડા માટે કુંવરજી બાવળિયા અને ગોરધન ઝડફિયાની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત સોરાષ્ટ્રના ધારી માટે ધમેન્દ્રસિંહ જાડેજા અને ધનસુખ ભંડેરીની નિમણૂંક કરવામાં આવી છે. તો કપરાડા બેઠક માટે ઈશ્વરસિંહ પટેલ અને ભરતસિંહ પરમારની નિમણૂંક કરવામાં આવી છે.

Share This Article