1 જૂલાઈથી બેંકિંગ નિયમોમાં થશે ફેરફાર, શું થશે ખાતાધારકોને અસર જાણો..

admin
2 Min Read

દેશમાં આગામી 1 જુલાઈથી બેકિંગ નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જેના કારણે ખાતાધારકોને પણ તેની અસર થવાની પૂરે પૂરી સંભાવના છે. 1 જુલાઈથી થનારા ફેરફારમાં બેંકમાં જમા રકમ પર મળતા વ્યાજથી લઈને એટીએમથી પૈસા કાઢવા અને એવરેજ ન્યૂનતમ બેલેન્સનો નિયમ પણ બદલાશે.

માર્ચના અંતિમ સપ્તાહમાં પહેલીવાર દેશભરમાં લોકડાઉનની જાહેરાત બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કરોડો બેંક એકાઉન્ટ હોલ્ડર્સ માટે એક ખાસ જાહેરાત કરી હતી.

નાણામંત્રીએ કહ્યું હતું કે કોઈ પણ બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં ત્રણ મહિના માટે સરેરાશ ન્યૂનતમ બેલેન્સ રાખવું ફરજિયાત નથી. આ રાહત એપ્રિલ, મે અને જૂન સુધી જ લાગૂ હતી. ત્યારે હવે અત્યાર સુધી નાણામંત્રાલય અથવા તો કોઈ પણ બેંક તરફથી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે આ મુદતને આગળ વધારવામાં આવશે કે નહીં..ત્યારે 1 જુલાઈથી બેકિંગના કયા નિયમોમાં ફેરફાર થઈ શકે છે જુઓ…

ગ્રાહકોને ખાતા પર મળતું વ્યાજ ઓછુ મળશે

સૌથી મોટો ફટકો ગ્રાહકોને ખાતા પર મળતા વ્યાજ પર પડ્યો છે. મોટાભાગની બેંક બચત ખાતામાં મળતા વ્યાજમાં ઘટાડો કરી દેશે. પંજાબ નેશનલ બેંકના ખાતેદારોને મળતા વ્યાજમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવશે, જ્યારે અન્ય સરકારી બેંકોમાં પણ મહત્તમ 3.25 ટકા વ્યાજ મળશે.

ATM ટ્રાન્જેક્શન પર નહીં મળે છૂટ

તમામ બેંકોના ખાતેદારોને એટીએમથી કેસ ટ્રાન્જેક્શન કરવા પર કોઈ પ્રકારની છૂટ મળશે નહીં. એટલે કે પહેલાની જેમ દર મહિને માત્ર મેટ્રો સીટીમાં 8 અને નોન મેટ્રો સીટીમાં 10 ટ્રાન્જેક્શન જ લોકો કરી શકશે. કોરોના વાયરસના કારણે પહેલા લોકોને એટીએમથી અમર્યાદિત રકમ ઉપાડવાની સુવિધા આપવામાં આવી હતી.

 

ખાતાધારકોએ જાળવવુ પડશે સરેરાશ ન્યૂનત્તમ બેલેન્સ

સરકારે હાલ 30 જૂન સુધી બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવાની સુવિધા આપી હતી. જો કે, હવેથી આ સુવિધા પણ મળવાની બંધ થઈ જશે. એવામાં ખાતેદારોને તેમની બેંકોના નિયમ અનુસાર હિસાબથી દર મહિને બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવું પડશે. ઓછામાં ઓછું મહિનાનું બેલેન્સ મેન્ટેન રાખવાની જરૂરીયાતને લોકડાઉન દરમિયાન દૂર કરવામાં આવી હતી. મેટ્રો સીટી, શહેર અને ગ્રામિણ વિસ્તારમાં જૂદા જુદા મિનિમમ બેલેન્સ ચાર્જ લાગે છે.

Share This Article