અફઘાનિસ્તાનના કાબૂલમાં લગ્ન સમારંભમાં બ્લાસ્ટ

admin
1 Min Read

અફઘાનિસ્તાનના કાબૂલમાં એક લગ્ન સમારંભમાં બ્લાસ્ટ થયો હતો. તેમાં લગભગ 63 લોકોના મોત થયા છે, જયારે 182 લોકોને ઈજા થઈ છે. દારૂલમાન વિસ્તારમાં આ ઘટના થઈ હતી. અહીં માઈનોરિટી શિયા હજારા સમુદાયના લોકો મોટા પ્રમાણમાં રહે છે. . ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજી સુધી કોઈ આતંકવાદી સંગઠને આ ધટનાની જવાબદારી લીધી નથી……..કાબુલમાં ચાલુ મહિનાનો આ બીજો બ્લાસ્ટ છે. 8 ઓગસ્ટે થયેલા બ્લાસ્ટમાં 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 145 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પશ્ચિમ વિસ્તારમાં આવેલા અફઘાન સુરક્ષા કર્મીઓએ તાલિબાન પર નિશાન સાધ્યું હતું. આ માટે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.અફઘાનિસ્તાનમાં આગામી 28મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આ મામલે અમેરિકા અને તાલિબાન વચ્ચે ચાલી રહેલી વાતચીત સાથે જ હિંસામાં વધારો થયો છે.

Share This Article