ગુજરાતનો દુનિયામાં વાગશે ડંકો, સુરતના હજીરાથી પરમાણુ ફ્યુઝનનું ક્રાયોસ્ટૈટ ફ્રાન્સ મોકલાશે

admin
1 Min Read

વિશ્વની સૌથી મોટી ન્યુક્લિઅર ફ્યુઝન રિએક્ટર માટે સુરતની હજીરામાં આવેલી એલએન્ડટી હેવી એન્જિનિયરિંગ દ્વારા મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત બનાવેલ “ક્રાયોસ્ટેટ”ટોપ લીડનો અંતિમ હિસ્સો ભારતથી રવાના કરવામાં આવશે.

દુનિયાના સૌથી મોટા ન્યૂક્લિયરર ફ્યુઝન રિએક્ટરના સૌથી મોટા સેક્શન 1250 એમટીના ક્રાયોસ્ટેટ બેઝનું નિર્માણ ભારતીય કંપની L&T દ્વારા બનાવાયું છે, જે મેક ઇન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ કરવામાં આવ્યું છે. જેનો છેલ્લો પાર્ટ ટોપ લિડ સેક્ટર્સ હજીરાથી ફ્રાન્સ માટે રવાના કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતનો દુનિયામાં ડંકો પણ વાગશે.

ફ્રાન્સમાં દોઢ લાખ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા દુનિયાના સૌથી મોટા પરમાણુ ફ્યૂઝન પ્રોજેક્ટમાં ભારતનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. જેમાં ગુજરાતનું પણ મોટું યોગદાન છે. આપને જણાવી દઈએ કે, ક્રાયોસ્ટેટ સ્ટીલનું હાઈ વેક્યૂમ પ્રેશર ચેમ્બર હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઇ રિએક્ટર વધારે ગરમી પેદા કરે તો તેને ઠંડુ કરવા માટે એક વિશાળ રેફ્રિજરેટરની જરૂર પડે છે. તેને જ ક્રાયોસ્ટેટ કહેવાય છે.

ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (આઈટીઇઆર) પ્રોજેક્ટના સભ્ય દેશ હોવાના કારણે ભારતે તેને તૈયાર કરવાની જવાબદારી ચીન પાસેથી છીનવી લીધી હતી. આ પ્રોજેક્ટ હેઠળ 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પેદા થશે જે સૂર્યના કોરથી 10 ગણું વધારે હશે.

Share This Article