છાતીના એક્સ-રેથી ખબર પડશે કોરોના છે કે નહીં? કઈ રીતે કરશે કામ જાણો…

admin
1 Min Read

વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે. ત્યારે આઈઆઈટી ગાંધીનગરના કેટલાક સંશોધકોએ દાવો કર્યો છે કે તેમણે છાતીના એક્સ રેથી કોરોનાને શોધવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારીત એક ઉપકરણ વિકસીત કર્યુ છે.

આ એક ઓનલાઈન ઉપકરણ છે અને કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહીં તેની આશંકાની ખબર પડે છે. મળતી માહિતી મુજબ, કોરોના પરીક્ષણમાં વધારો કરવા માટે સરકારે કોરોના ટેસ્ટના ભાવમાં ઘટાડો કર્યો છે, પરંતુ આજે પણ લોકો કોરોના પરીક્ષણથી સંતુષ્ટ નથી. તેવા સમયે, IIT ગાંધીનગરના સંશોધકોએ એક ઓનલાઈન ઉપકરણ વિકસીત કર્યુ છે જેમાં કોઈ વ્યક્તિના એક્સ-રે દ્વારા કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં તે જાણી શકાય છે.

કોમ્પ્યુટર વિજ્ઞાનમાં એમટેકનો અભ્યાસ કરતા વિદ્યાર્થી કુશપાલસિંહ યાદવનું કહેવું છે કે કોરોનાના લિમિટેડ ટેસ્ટિંગની સુવિધાને જોતા તેને વિકસીત કરવામાં આવ્યું છે.

કુશપાલસિંહનું કહેવું છે કે વિશ્વસનીય ઉપકરણ વિકસીત કરવા માટે સાચા અલ્ગોરિધમ અને આંકડાની જરુર હોય છે. અમારુ ઉપકરણ ઉપયોગી સાબિત થશે. આ ઉપકરણનો પ્રયોગ વ્યાપક સ્તરે કરવામાં આવી શકે છે..

Share This Article