LRDની મહિલાઓ ઓર્ડરને લઈ આકરા પાણીએ, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી…

admin
1 Min Read

ગુજરાત સરકાર સામે છેલ્લા કેટલાક સમયથી વિવિધ સરકારી જગ્યાઓ પર ભરતી મુદ્દે યુવાઓ આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારો દ્વારા  સરકારી ભરતીઓને લઈ હાલ સોશિયલ મીડિયા પર પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે તેમ છતાં સત્તાધારી પક્ષ ભાજપનું પેટનું પાણી હલી રહ્યું નથી.

ત્યારે ગુરુવારના રોજ ગાંધીનગર સહિત વિવિધ જિલ્લા ખાતે એલઆરડીની મહિલાઓએ પોતાના ઓર્ડર અંગે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ હતું. જે અંતર્ગત ગાંધીનગરમાં પણ એલઆરડીની ભરતીના ઓર્ડરને લઈ મહિલા ઉમેદવારો દ્વારા ગાંધીનગર કલેકટરને આવેદનપત્ર પાઠવી ઓર્ડર આપવા માંગ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે સરકારે ચાર મહિના પહેલા એલઆરડીની મહિલાઓને ત્રણ સપ્તાહમાં ઓર્ડર આપવાનું જણાવ્યું હતું. જોકે આ વાતને ચાર મહિના કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી એલઆરડીની મહિલાઓને ઓર્ડર મળ્યો નથી.

ત્યારે આ મામલે મહિલા ઉમેદવારોએ ગાંધીનગર ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. એટલુ જ નહીં જો આગામી સમયમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને તેમને ઓર્ડર નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી હતી.  તેમણે આવેદન પત્રમાં જણાવ્યું કે, સરકાર હવે નક્કર પગલા નહીં લે તો તેઓ કોરોનાકાળમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે  આંદોલન પર ઉતરશે.

Share This Article