ચીન સાથેના તણાવ વચ્ચે લદ્દાખમાં પીએમની સરપ્રાઈઝ વિઝિટ, જવાનોનો જુસ્સો વધાર્યો

admin
1 Min Read

સરહદ પર ભારત અને ચીનના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક આજે લદ્દાખ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લદ્દાખના લેહ પહોંચતા જ તેમની આ મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની રહી અને તમામને ચોંકાવી દીધા.

જાણકારી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહમાં સારવાર લઈ રહેલ એ જવાનોને પણ મળ્યા હતા જે ગલવાન ઘાટીમાં થેયલ હિંસક અથડામણમાં ઘાયલ થયા હતા. તેમની આ મુલાકાત સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીડીએસ બિપિન રાવત પણ હાજર હતા. વડાપ્રધાન મોદી નીમૂની ફોરવર્ડ પોસ્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સેના, વાયુસેના અને સિનિયર અધિકારીઓ અને આઈટીબીપી અને સેનાના જવાનો સાથે વાતચીત કરી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ, પીએમ મોદીએ 14 કોર્પ્સના અધિકારીઓ સાથે પણ વાતીચત કરી. તેમ ચીન સાથેની સરહદ પર ચાલી રહેલ તણાવ અંગે સમગ્ર સ્થિતિ અંગે તાગ મેળવ્યો.  મે મહિનાથી ચીન અને ભારતની સેનાઓ આમને-સામને છે, તો બીજી તરફ બંને સેનાઓ વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે. ભારત અને ચીને સરહદ પર સૈન્ય ખડક્યું છે અને ચીન ફિંગર 8 સુધી આવી ગયું છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આજે લીધલી લેહ મુલાકાતથી ચીનના પેટમાં પણ તેલ રેડાયુ છે. આ પહેલા કહેવામાં આવી રહ્યું હતુ કે ફક્ત સીડીએસ બિપિન રાવત જ લેહની મુલાકાત લેવાના હતા.

Share This Article