દાહોદમાં આધેડનો આપઘાત

admin
2 Min Read

દાહોદમાં રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક પર પડતુ મુકી 61 વર્ષીય આધેડે આપઘાત કર્યો. મળતી માહિતી મુજબ વડોદરા કોટા પાર્સલ ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરવામાં આવ્યું. આધેડ દાહોદ ગોદી રોડ ઉપર ગરનાળા પાસે રહેતો હોવાનું બહાર આવ્યું છે. મૃતકના મૃતદેહને રેલવે પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. આત્મહત્યા પાછળનું કારણ હજી પણ અકબંધ જ છે. રેલવે પોલીસે સમગ્ર ઘટનાની ઝીણવટ ભરી તપાસ શરૂ કરી દીધી છે. મૃતકના મૃતદેહ ને પી.એમ કર્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવશે. ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં આપઘાતના પ્રમાણમાં ૩૨ ટકાનો વધારો થયો છે. મહત્વની વાત એ છે કે રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં આપઘાતના કિસ્સામાં ૯૫ ટકાનો વધારો થયો હતો પરંતુ વર્ષ ૨૦૧૫માં તેમાં ઘટાડો નોંધાયો હતો. આખા દેશમાં શહેર પ્રમાણે આપઘાતના બનાવોની સરખામણી કરવામાં આવે તો દેશમાં સૌથી વધુ આપઘાત રાજકોટમાં થયા હતા આવે જાણવા મળે છે. જ્યારે ચાલુ વર્ષે રાજ્યની સરખામણીમાં સૌથી વધુ આપઘાત છત્તીસગઢ, તમિલનાડુ અને કેરળમાં નોંધાયા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા દેશભરમાં બનતા આપઘાતના બનાવોનો દર વર્ષે સર્વે થાય છે. વર્ષના અંતે આંકડાઓ એકઠા કરવામાં આવતા હોય છે અને તેની ચોક્કસાઇ કરીને તે પછીના વર્ષે પ્રસિધ્ધ કરવામાં આવતા હોય છે. આમ ગુજરત રાજ્યમાં આપઘાતના બનાવો વધતા જ જાય છે. લોકો માનસિક તણાવના કરને પણ આપઘાતો કરતા હોય છે.

Share This Article