ફેયર એન્ડ લવલી ક્રીમમાં હવે નહીં રહે ફેયર ! જાણો કારણ…

admin
1 Min Read

રંગ માનસિકતા વિરુદ્ધ અમેરિકા સહિત વિશ્વભરમાં ચાલી રહેલા આંદોલનો વચ્ચે યુનિલિવર કંપની પોતાના સૌંદર્ય ઉત્પાદક ફેયર એન્ડર લવલીનું નામ બદલ્યું છે. બજારમાં આગામી સમયમાં હવે ફેયર એન્ડ લવલી હવે ગ્લો એન્ડ લવલીના નામથી જોવા મળશે. યુનિલિવર કંપની માત્ર ફેયર એન્ડ લવલી બ્રાન્ડથી ભારતમાં વાર્ષિક 50 કરોડ ડોલરથી વધુનો વેપાર કરે છે.

એફએમસીજી કંપની હિંદુસ્તાન યુનિલીવર લિમિટિડે ગુરુવારે પોતાની લોકપ્રિય સ્કિનકેર બ્રાન્ડ ‘ફેયર એન્ડ લવલી’માંથી ‘ફેયર’ શબ્દ હટાવીને તેનું નામ ‘ગ્લો એન્ડ લવલી’ કરી દીધું છે. કંપની અનુસાર, તેની આ બ્રાન્ડનું નવું નામ ‘ગ્લો એન્ડ લવલી’ રહેશે. કંપનીએ સુંદરતાના સકારાત્મક પાસા માટે વધુ વ્યાપક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. કં

પનીના એક નિવેદમાં કહેવામાં આવ્યું છે કે પુરુષો માટે તેના ઉત્પાદનોની રેન્જને હવે ‘ગ્લો એન્ડ હેન્ડસમ’ કહેવામાં આવશે. કંપનીએ 25 જૂનના રોજ પોતાની લોકપ્રિય સ્કિનકેર બ્રાન્ડ ‘ફેયર એન્ડ લવલી’થી ફેયર શબ્દ હટાવવાની જાહેરાત કરી હતી.

ભારત સિવાય આ ક્રીમ બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, પાકિસ્તાન અને એશિયાના ઘણા દેશોમાં વેચાઇ છે  મહત્વનું છે કે, અમેરિકા સહિત યૂરોપીયન દેશોમાં ‘બ્લેક લાઈવ્સ મેટર’ આંદોલને જોર પકડા અનેક સૌંદર્ય પ્રસાદન ઉત્પાદન પર સવાલો ઉઠાવાવવાં આવ્યા હતા. હાલમાં જ અમેરિકી હેલ્થકેર અને એફએમસીજી કંપની જોનસન એન્ડ જોનસને ભારત સહિત દુનિયાભરમાં પોતાની સ્કિન વ્હાઈટનિંગ ક્રીમનું વેચાણ રોકી દીધું હતું.

Share This Article