સુરતમાં કોરોનાના કહેરને લઈ પાન-મસાલાની દુકાનો બંધ, કયા વિસ્તારમાં રહેશે બંધ? જાણો

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ અમદાવાદ અને સુરત શહેરમાં જોવા મળી રહ્યા છે. સુરત શહેરની સ્થિતિ કોરોનાને લઈ વધુ કથળતી જોઈ રાજ્યના આરોગ્ય સચિવે પણ સુરતની મુલાકાત લીધી હતી.

જ્યાં ગત રોજ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, સુરત શહેરમાં જ્યાં પણ કોરોનાના કેસ વધશે ત્યાં પાનના ગલ્લા બંધ થઈ શકે છે. ત્યારે શુક્રવારે પાનના ગલ્લા અને દુકાનને લઈ સુરત વહિવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સુરતમાં પાન-મસાલાની દુકાનો બંધ રાખવાનો આદેશ કરાયો છે.

 

સુરતના ત્રણ ઝોનમાં દુકાનો બંધ રાખવા આદેશ મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ આપ્યો છે. જાહેરનામા અનુસાર, સુરતના કતારગામ, વરાછા-એ અને બી ઝોનમાં સાત દિવસ સુધી પાનગલ્લાની દુકાનો બંધ રહેશે. જોકે, સુરતમાં અન્ય ઝોનમાં દુકાનો ખુલ્લી રહેશે. પરંતુ અહીં ચારથી વધુ લોકો ભેગા નહિ થઈ શકશે.

તો બીજી તરફ, રાજકોટ મનપા કમિશનરે પણ જાહેરાત કરી છે કે, ચા-પાનની દુકાન પર લોકોની ભીડ એકઠી થશે તો તેને બંધ કરાવવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ જણાવ્યું છે કે, સાવચેતીના ભાગરૂપે તંત્ર ચા-પાનની દુકાનો બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે.

Share This Article