તમે પણ થઈ જશો આ ઓફ રોડ બાઈકના ફેન, જાણો કિંમત અને વિશેષતા ?

admin
2 Min Read

ઘણી વખત એવુ પણ બનતું હોય છે કે જીવનમાં વિકલ્પો બહુ ઓછા રહેતા હોય છે તેમાંય ખાસ કરીને મહિલાઓ માટે. જો મોટર સાઈકલનો શોખ છે તો આપને ખબર હશે કે ઓફ રોડ બાઈક બહુ ઓછી તુલનામાં છે. ભારતમાં ઓફ રોડ બાઈક બહુ ઓછી જાણીતી છે. બરફ અને પહાડો પણ સહેર કરાવી શકે અને તે પણ એક મહિલા માટેની બાઈક તો કેવી મજા પડી જાય.

આવી જ એક બાઈક અમેરિકાના કેમ્બ્રી અને તેના બોયફ્રેન્ડ ઝેચ નેલ્સને એક વર્ષ પહેલા બનાવી હતી. બે ઈલેક્ટ્રોનિક બાઈકને ઈનોવેટિવ આઈડિયાથી જોડીને બનાવેલી આ ઓફ રોડ બાઈક લોકોને ખૂબ પસંદ આવી રહી છે. નોટ વ્હીલચેર નામની આ બાઈક પર હેન્ડીકેપ્ડ વ્યક્તિ પણ પહાડો પર આરામદાયક સફર કરી શકે છે.

આ બાઈકમાં આમ તો એક મોટી સીટ છે પરંતુ પાછળ રહેલી જગ્યા પર વધુ એક માણસ બેસી શકે છે. આ જગ્યા પર ટેન્ટ પણ  સાથે વહન કરીને લઈ જઈ શકાય છે. આ સંપૂર્ણ ઈલેક્ટ્રિક બાઈકની કિંમત 3.50 લાખ રૂપિયાની આસપાસ છે. બાઈક પર આરામથી ગમે ત્યાં લાંબી મુસાફરી પણ કરી શકાય છે.

નોટ વ્હીલચેર નામની આ બાઈકના ફોટો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો આ બાઈકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે..તેમજ  લોકોને આ બાઈકની ડિઝાઈન અને તેની બનાવટ ઘણી પસંદ આવી છે.

Share This Article