ફ્લિપકાર્ટે લોન્ચ કરી પોતાની વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ

admin
1 Min Read

ફ્લિપકાર્ટે પોતાની વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ શરૂ કરી દીધી છે. અત્યારે તે માત્ર એન્ડ્રોઈડ યૂઝર્સ માટે શરૂ કરવામાં આવી છે.ફ્લિપકાર્ટ સર્વિસ દ્વારા ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ એમેઝોનની પ્રાઈમ સબ્સક્રિપ્શન સર્વિસને પડકાર આપશે. કંપનીએ પોતાની આ સર્વિસ વિશે ગત મહિને જાહેરાત કરી હતી. ત્યારબાદ કંપનીએ તેને યૂઝર્સ માટે રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે.

ફ્લિપકાર્ટના હેડ ગ્રોથ અને મોનેટાઈજેશન પ્રકાશ સિકારિયાનું કહેવું છે કે, અમે અમારી વીડિયો સર્વિસને માર્કેટની ડિમાન્ડને જોતા ત્રણ મુખ્ય બાબતો પર તૈયાર કરી છે, જેમા ફ્રી, ક્યૂરેટેડ અને પર્સન્લાઈઝ્ડ સામેલ છે. અમારો મુખ્ય હેતુ ગ્રાહકોને પ્રીમિયમ કન્ટેન્ટ જોવા માટે વધારે પૈસા ન ચૂકવવા પડે તે છે.

આ નવી સર્વિસનો ઉપયોગ કરવા માટે ફ્લિપકાર્ટ યૂઝર્સે પોતાના એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં લેટેસ્ટ વર્ઝન 6.17 ડાઉનલોડ કરવાનું રહેશે.

Share This Article