આ બસને પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવ નહીં નડે, રાજકોટના યુવાનોએ બનાવી સોલાર બસ

admin
1 Min Read

છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધતાં જતાં ભાવોના કારણે લોકો પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. કોરોના સંક્રમણના કારણે લોકડાઉનની સ્થિતિ બાદ લોકોને આર્થિક ફટકો પણ પડ્યો છે તેવી સ્થિતિમાં પેટ્રોલ ડીઝલ સહિતની કિંમતમાં વધારો થતાં હવે લોકોની હાલત કફોડી થઈ છે.

તેવી સ્થિતિમાં ગુજરાતના રાજકોટના કેટલાક વિદ્યાર્થીઓએ સોલર બસ બનાવી છે. રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ બસ 50 કિલોમિટરની ઝડપથી ચાલી શકે છે.

તેમજ આ બસમાં ડ્રાઈવર સહિત સાત લોકો મુસાફરી કરી શકે છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ તેમને આ સોલાર બસ તૈયાર કરવા પાછળ 1 લાખ 75 હજાર રુપિયાનો ખર્ચ થયો છે.આ સોલાર બસમાં રહેલી બેટરી સોલાર દ્વારા ચાર્જ થાય છે અને એક સાથે આશરે 40 કિલોમીટર સુધી તે ચાલી શકે છે.

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, જ્યારે બેટરી ડિસ્ચાર્જ થવા લાગ્યે તો તેને સોલાર દ્વારા ફરી ચાર્જ કરવામાં આવે તો તે મુસાફરી પણ અટકતી નથી.

આ ઉપરાંત સોલાર બસના કારણે પ્રદૂષણ પણ ફેલાતુ નથી. વિદ્યાર્થીઓને આશા છે કે આ પ્રથમ સોલાર બસ તૈયાર કરવામાં થયેલ ખર્ચ કરતા હવે બીજી બસ તૈયાર કરવામાં ઓછો ખર્ચ થશે.

Share This Article