કોરોનાની મહામારી વચ્ચે સુરતમાં ફરી ધમધમતા થશે હીરા ઉદ્યોગ

admin
1 Min Read

અમદાવાદ બાદ ગુજરાતમાં સુરત જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોની વાત કરવામાં આવે તો રોજ નોંધાતા કોરોનાના કેસોમાં સુરત હવે અમદાવાદને પણ પાછળ છોડી રહ્યુ છે. જોકે સુરતમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે હીરા ઉદ્યોગને લઈ સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

(File Pic)

મળતી માહિતી મુજબ, સુરતમાં ફરી હીરા ઉદ્યોગ ચાલુ થશે. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હીરા બજાર ચાલુ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે,  10 જૂલાઇથી હીરા બજાર શરૂ થઇ જશે. જ્યારે 14 જૂલાઇથી હીરાના કારખાના શરૂ થશે. હીરા બજાર અને કારખાનાને ખાસ ગાઇડલાઇન અપાશે અને ગાઇડલાઇનનું કડક પણે અમલ કરવાનું રહેશે.

(File Pic)

રાજ્ય સરકાર દ્વારા સુરતના હીરા ઉદ્યોગને શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આપી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઇડલાઇન અને SOPનું ચુસ્તપણે પાલન કરીને 10 જૂલાઇ 2020થી હીરાબજાર અને 14 જૂલાઇ 2020થી ડાયમંડ યુનિટો ખોલી શકાશે.

આ અંગે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર, રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી,  સુરત મહાનગરપાલિકાના મેયર ડૉ. જગદીશ પટેલ અને ધારાસભ્યોની ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Share This Article