દ્વારકામાં 9 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

admin
2 Min Read

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસવાની સાથે સાથે પોતાનું રૌદ્ર સ્વરુપણ પણ દેખાડી રહ્યા છે. આ સાથે 24 કલાક દરમિયાન રાજ્યમાં 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જ્યાં સૌથી વધુ જામનગરના કાલાવાડમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે, જેના કારણે જામનગર શહેર અને લાલપુરમાં પણ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.

(File Pic)

દેવભૂમિ દ્વારકાની વાત કરવામાં આવે તો ખંભાળિયામાં પણ 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ, પોરબંદર પોરબંદર જિલ્લામાં પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં 2 ઇંચ વરસાદ, રાણાવાવમાં 3 ઇંચ વરસાદ, કુતિયાણામા સવા 2 ઇંચ વરસાદ પડ્યો છે. જેને કારણે પોરબંદરમાં વર્તુ -2 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે.

(File Pic)

આ કારણે પોરબંદરના 8 ગામોને  એલર્ટ કરાયા છે. જેમાં ભોમીયાવદર, ફટાણા, ઈશ્વરીયા, મોરાણા, મિયાણી, પારવાડા, શિગંડા અને સોઢાણા ગામના લોકોને પાણી ભરાવાથી એલર્ટ કરાયા છે.  તો ભારે વરસાદથી જામનગરની જીવાદોરી સમાન બંને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જામનગરમાં સસોઇ અને રણજીતસાગર ડેમ આોવરફલો થયા છે.

(File Pic)

મોડી રાત્રે ઉપરવાસમા સારા વરસાદથી બંને ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં આવી ગયા છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં 9 ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. જેના કારણે અનેક મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. દ્વારકાનાં રૂપેણ બંદર પર અનેક મકાનો અને ઝૂંપડાઓમાં પાણી ઘૂસ્યા છે. અનેક મેદાનો તળાવમાં ફેરવાઈ ગયા છે. જળબંબાકારની સ્થિતિને જોતા રાહત અને બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. તો સાથે જ નીચાણવાળા વિસ્તારમાં રહતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે.

Share This Article