કાનપુર શુટઆઉટ કેસ : ગેંગસ્ટર વિકાસ દુબેનો રાઈટ હેન્ડ અમર એન્કાઉન્ટરમાં ઠાર

admin
1 Min Read

કાનપુરમાં આઠ પોલીસકર્મીની હત્યાના આરોપી વિકાસ દુબેની ધરપકડની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. તેવામાં શુટઆઉટના છઠ્ઠા દિવસે પોલીસે ગેંગસ્ટર વિકાસ દુબેના અંગત અમર દુબેનું એન્કાઉન્ટર કરી દીધું છે. ઉત્તરપ્રદેશ પોલીસની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે હમીરપુરમાં અમરને ઠાર માર્યો છે.

તે કાનપુરના ચૌબેપુરના વિકરુ ગામમાં થયેલા શુટઆઉટમાં સામેલ હતો અને વિકાસનો રાઈટ હેન્ડ કહેવાતો હતો. મળતી માહિતી મુજબ, ચૌબેપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાના મામલામાં ફરાર થયેલા વિકાસ દુબેના નિકટતમ સહયોગી અમર દુબેને ઉત્તર પ્રદેશ એસટીએફ એ બુધવાર સવારે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે.

(File Pic)

હમીરપુરના મૌદહામાં થયેલા આ એન્કાઉન્ટરમાં અમર દુબે ઠાર મરાયો છે. અમર દુબેને પોલીસે કાનપુર કાંડમાં વોન્ટેડ જાહેરકરી તેના પર 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યુ હતુ.. UP STFના જણાવ્યા મુજબ, પોલીસ તેને મારવા નહોતી માંગતી પરંતુ જીવતો પકડવા માંગતી હતી. પરંતુ જ્યારે STFએ તેને સરેન્ડર કરવાનું કહ્યું તો તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ જવાબી ફાયરિંગમાં તે ઠાર મરાયો. UP STF આ એન્કાઉન્ટરને મોટી સફળતા માની રહી છે.

મહત્વનું છે કે, કાનપુરના વિકરુ ગામમાં 2 જુલાઈએ વિકાસ દુબે ગેંગે પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું જેમાં 8 પોલીસકર્મીઓના મોત થયા હતા.

Share This Article