ભાગેડુ આરોપી નીરવ મોદી સામે ઈડીની મોટી કાર્યવાહી

admin
1 Min Read

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ભાગેડુ આરોપી હિરાના બિઝનેસમેન નીરવ મોદીની સામે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ ભાગેડુ આરોપી નીરવ મોદીની રૂપિયા 329.66 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. EDએ ભાગેડુ આર્થિક અપરાધી કાયદા હેઠળ નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરી છે. ઇડીએ નીરવ મોદીની 329.66 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

(File Pic)

આ સંપત્તિઓમાં વર્લી મુંબઇની આઇકોનિક બિલ્ડિંગ સમુદ્ર મહેલના ચાર ફ્લેટ, એક સી-સાઇડ ફોર્મ હાઉસ, અલીબાગમાં જમીન, જેસલમેરમાં પવનચક્કી, લંડનમાં ફ્લેટ, યૂએઇમાં રેસિડેંશિયલ ફ્લેટ, શેર અને બેંકમાં જમા ધનરાશિ પણ સામેલ છે. જૂનમાં મુંબઇ કોર્ટે 1396 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરવાનો આદેશ કર્યો છે.

(મેહુલ ચોક્સી, નીરવ મોદી)

ઉલ્લેખનિય છે કે, નીરવ મોદી અને મેહુલ ચોક્સી સરકારી માલિકીની પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ.14000 કરોડની છેતરપીંડિ કરીને વિદેશ ભાગી ગયા છે. જોકે, ભારતની અપીલ પર લંડન પોલીસે પ્રત્યાર્પણ વોરન્ટ જાહેર કર્યા બાદ 19 માર્ચના રોજ નીરવ મોદીની ધરપકડ કરી હતી. નીરવ મોદી વિરૂદ્ધ બ્રિટનમાં પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં 7 સપ્ટેમ્બરના રોજ સુનાવણી થવાની છે. હવે તેમની પાસેથી રિકવરી માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે હેઠળ નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરાઇ છે

Share This Article