રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

admin
2 Min Read

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદનો કહેર યથાવત છે. ત્યારે આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. રાજ્યમાં સરેરાશ 28 ટકા વરસાદ નોંધાયો.

સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતા વધુ વરસાદ થયો તો દક્ષિણ ગુજરાતમાં આ વખતે ઓછો વરસાદ પડ્યો છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના મહાનગરોમાં તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયુ છે.

જ્યારે સુરતમાં 31 ડિગ્રી, વડોદરામાં 32 ડિગ્રી તાપમાન નોંધાયુ. મહત્વનું છે કે, ગુજરાતના સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. પ્રથમ રાઉન્ડમાં જ સૌરાષ્ટ્રમાં પાણીનો ધોધમાર વરસાદ થયો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

જોકે હજુ ઘણાં ગામડાઓ એવા છે જ્યાં પાણી ભરાઈ રહ્યાં છે. ત્યારે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ છે. ગુજરાતમાં રાજ્યનો 28 ટકા વરસાદ વરસ્યો છે. નોંધનીય છે કે, ગયા અઠવાડિયે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Share This Article