નચ બલિયે 9 ના ડાન્સ પર્ફોમન્સની પ્રેક્ટિસમાં થઇ ઘટના

admin
1 Min Read

સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ થતા સેલિબ્રિટીઝના ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 9 શરૂ થયો ત્યારથી જ સમાચારમાં ચમકી રહ્યો છે. આ શોમાં ક્યારેક એક્સ કપલ્સ વચ્ચે ઝઘડા થાય છે, તો ક્યારેક તેના કન્ટેસ્ટન્ટ ઈજાગ્રસ્ત થઈ જાય છે…..નચ બલિયેમાં પોતાના ડાન્સનો જલવો બતાવી રહેલા ટીવી એક્ટર સૌરભ જૈનની પત્ની રિદ્ધિમાને ગંભીર ઈજા પહોંચી છે. મળતી માહિતી પ્રમામે રિદ્ધીમા જ્યારે પોતાના પર્ફોમન્સ માટે પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે તેમને ઈજા પહોંચી છે. પ્રેક્ટિસ દરમિયાન તેનો પગ લપસ્યો અને જમીન પર પછડાઇ આ ઈજા એટલી ગંભીર હતી કે રિદ્ધીમાને ખૂબ લોહી નીકળ્યું હતું. દુર્ઘટના બાદ તરત જ તેમને હોસ્પિટલ લેઈ જવાયા, જ્યાં તેમને દાઢી પર ટાંકા લેવા પડ્યા. જો કે દુર્ઘટના બાદ પણ તેમના પર્ફોમન્સ પર કોઈ અસર નહોતી પડી અને બંનેએ જોરદાર પર્ફોમન્સ આપ્યું.ઉલ્લેખનીય છે કે સૌરભ રાજ જૈન ટીવી એક્ટર છે. અને અત્યાર સુધી તે ઘણા ધાર્મિક શૉઝનો ભાગ બની ચૂક્યા છે. મહાભારત શોમાં સૌરભ કૃષ્ણના રોલમાં ફેમસ થયા હતા.

Share This Article