જાણીતા એનિમેટર રિચર્ડ વિલિયમ્સનું નિધન

admin
1 Min Read

ત્રણવાર ઓસ્કર જીતી ચૂકેલા હોલિવૂડના જાણીતા અનિમેટર રિચર્ડ વિલિયમ્સનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. રિચર્ડને 1988માં આવેલી લાઈવ એક્શન ફિલ્મ ‘હૂ ફ્રેમ્ડ રોજર રેબિટ’ના એનિમેશન ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. રિચર્ડનું નિધન ઈંગ્લેન્ડના બ્રિસ્ટલ સ્થિત તેમના ઘરમાં થયું હતું…..રિચર્ડના પરિવારે પણ એક્ટરના નિધનની પુષ્ટિ કરી હતી. ઉલ્લેખનીય છે કે રિચર્ડને ત્રણ વાર ઓસ્કર તથા ત્રણ વાર બાફ્ટા એવોર્ડ મળ્યો હતો. તેમનો જન્મ કેનેડાના ટોરન્ટોમાં થયો હતો પરંતુ 1955માં તેઓ બ્રિટન જતાં રહ્યાં હતાં. વર્ષ 1958માં ‘ધ લિટલ આઈલેન્ડ’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે બાફ્ટા એવોર્ડ મળ્યો હતો. તેમણે હોલિવૂડને રોજર તથા જેસિકા રેબિટ જેવા એનિમેટેડ પાત્રો આપ્યા છે. 70ના દાયકામાં તેમણે ‘ધ રિટર્ન ઓફ પિંક પેન્થર’ તથા ‘ધ પિંક પેન્થર સ્ટ્રાઈક્સ અગેઈન’ને એનિમેટ કરી હતી. રિચર્ડને પહેલો ઓસ્કર 1971માં આવેલી ફિલ્મ ‘અ ક્રિસમસ કૈરોલ’ માટે મળ્યો હતો. આ ફિલ્મ ચાર્લ્સ ડિકેન્સના પુસ્તક પર આધારિત હતી. બીજો ઓસ્કર ફિલ્મ ‘હૂ ફ્રેમ્ડ રોજર રૈબિટ’ તથા ત્રીજો ઓસ્કર ‘પ્રોલોગ’ માટે મળ્યો હતો. રિચર્ડ એનિમેટરની સાથે સાથે રાઈટર પણ હતાં. તેમણે ‘ધ એનિમેટર્સ સર્વાઈવલ કિટ’ નામનું પુસ્તક લખ્યું હતું. જે બેસ્ટ સેલર બન્યું હતું. આ પુસ્તકનો 9 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે.

Share This Article