હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં સોંપાઈ મોટી જવાબદારી

admin
1 Min Read

પાટીદાર યુવા નેતા અને કોંગ્રેસ નેતા એવા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગત રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણીમાં સક્રિય રહેલા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. મળતી માહિતી મુજબ, ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવામાં આવતા, હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

(File Pic)

હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે અમિત ચાવડાને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદે યથાવત રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત પક્ષ દ્વારા અન્ય ત્રણ જિલ્લામાં પ્રમુખ પદની વરણી કરવામાં આવી છે, જે અંતર્ગત આણંદ જિલ્લામાં પક્ષના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ પરમાર, સુરત જિલ્લાના પ્રમુખપદે આનંદ ચૌધરી જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ પદે યાસીન ગજનની નિમણૂંક કરવામાં આવી છે. આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે, આપણા યુવા સાથી હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ બનવા પર હાર્દિક શુભકામનાઓ. જન હિતની લડાઈ સાથે મળીને અને મજબૂતીથી લડીશું. નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષોને પણ નવી જવાબદારી માટે શુભકામનાઓ. તો અન્ય કોંગ્રેસ નેતાઓએ પણ અભિનંદન પાઠવ્યા હતા.

Share This Article