અલગ અને જોરદાર અંદાજના કારણે સુનીલ ગ્રોવર દર્શકોને હસાવવા માટે દરેક વખતે સફળ રહે છે. સુનીલ ગ્રોવર તેમના અલગ અલગ અવતારમાં દર્શકોનુ મનોરંજન કરાવતા રહે છે. સુનીલ ગ્રોવરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે સોશિયલ મીડિયામાં તે છવાઈ ગયો છે.વીડિયોમાં કોમેડિયન સુનીલ ગ્રોવર તેના રિંકુભાભીના અવતારમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સુનીલ ગ્રોવર ‘મેરે હસબન્ડ મુઝસે પ્યાર નહી કરતે’ ફેમસ સોન્ગ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે અને સુનીલ બિન્દાસ રિંકુભાભીના અવતારમાં લોકોને હસાવી રહ્યાં છે. સુનીલ ગ્રોવરનો આ અંદાજ વાઈરલ થયો છે અને લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.. વીડિયો શ્રીદેવીના મિત્ર રાખી પંજાબીના પુત્ર અમૃત પંજાબની લગ્નનો છે જેમાં બોની કપૂર, ખુશી કપૂર, સંજય કપૂર અને તેમની પુત્રીએ હાજરી આપી હતી……આ વીડિયો જોતા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, સુનીલ ગ્રોવર ફરી એકવાર કપિલ શર્મા શૉમાં રિંકુભાભીના રોલમાં જોવા મળી શકે છે. જો કે, શૉમાં વાપસીને લઈને સુનીલ ગ્રોવરે કોઈ પણ નિવદેન આપ્યું નથી. સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે તકરારને લઈને કપિલ શર્મા શૉથી અલગ થયો હતો. હાલ સલમાન ખાન કપિલ શર્મા શૉ પ્રોડ્યૂસ કરી રહ્યો છે ત્યારે તેણે કહ્યું હતું કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ફરી એકવાર કામ કરી શકે છે. સુનીલ ગ્રોવર છેલ્લે સલમાન સ્ટારર ભારતમાં જોવા મળ્યો છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -