JCB સહિતના ભારે મશીન ચલાવવા લાયસન્સની જરુર નથી

admin
1 Min Read

કેન્દ્ર સરકારે એક મહત્વની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ડમ્પર, લોડર જેવા ભારે વાહનોનું લાઈસન્સ અને રજિસ્ટ્રેશન જરુર નથી. કેન્દ્રએ રાજ્ય સરકારોને ડમ્પર, લોડર, પથ્થર તોડવાના યંત્રો જેવા ભારે અર્થમૂવીંગ મશીનરીને મોટર વ્હિકલ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવા પર ભાર ન આપવા માટે જણાવ્યું છે.

(File Pic)

આ ઉપરાંત આવા ભારે મશીનો ચલાવવા માટે લાયસન્સની પણ જરુરીયાત ન હોવાનું કેન્દ્રએ સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં આ અંગેની જાણકારી આપી છે. કેન્દ્રીય મોટર વાહન નિયમાવલી 1989 મુજબ આવા ભારે યંત્રો મોટર વાહનની પરિભાષામાં આવતા નથી.

(File Pic)

જેના કારણે વાહન મંત્રાલયે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો તથા પ્રશાસને જણાવ્યું છે કે આ યંત્રોને મોટર વાહન અધિનિયમ હેઠળ રજિસ્ટ્રેશન અને લાયસન્સનો આગ્રહ ન રાખવા જણાવ્યું છે. મહત્વનું છે કે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દેશભરમાં વાહનોના રજિસ્ટ્રેશન કરવા માટે તથા ફીટનેસ સર્ટીફીકેટ મેળવતી વખતે ફાસ્ટેગ લેવાનું ફરજીયાત કર્યું છે અને આ માટે મંત્રાલયે દરેક રાજ્યોને એક પત્ર પણ પાઠવ્યો છે. આપને જણાવી દઈએ કે, માટી ફેરવવા માટેના ભારે યંત્રો, ડમ્પર, લોડરલ, ડ્રિલ માસ્ટ, બૂલડોઝર, મોટર ગેડર તથા રોક બ્રેકર જેવા યંત્રો ભારે વાહનની શ્રેણીમાં આવે છે.

Share This Article