ઉત્તર ભારતમાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી

admin
1 Min Read

દેશના મોટાભાગનાં રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારત પછી હવે ઉત્તર ભારતનાં રાજ્યોમાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ઉતરાખંડ, હિમાચવ પ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઉતરાખંડનાં મોરી વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાની ઘટનાં બની હતી જેના કારણે 1 મહિલાનું મોત થયું હતું. જ્યારે 5 લોકો નદીમાં તણાયા હતા અને 2 લોકોની હજી કોઈ પણ માહિતી મળી નથી. મંડી અને કુલ્લુમાં પણ વરસાદને કારણે જન જીવન પ્રભાવિત બન્યા છે. રિબ્બા અને કિન્નૂરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના બની હતી. મહત્નું છે કે ઉત્તરાખંડના ઉત્તરકાંશીમાં ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યુ છે વરસાદથી મકુડી અને ડિગોલીમાં કેટલાક મકાનને નુકશાન થયુ છે. તો આ તરફ દિલ્હીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. મોડી રાત્રે શરૂ થયેલો વરસાદે સવારે પણ બંધ થવાનું નામ લીધુ ન હતું. વરસાદના કારણે રાજધાનીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો.

Share This Article