ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો, 24 કલાકમાં નોંધાયા 949 પોઝિટિવ કેસ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધુ 919 પોઝિટિવ કેસ નોંધાયા છે. 16 જુલાઈ સાંજથી 17 જુલાઈ સાંજ સુધીમાં વધુ 949 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 46516 થઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 17 દર્દીના કોરોનાથી મોત થયા છે.

(File Pic)

આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2108 થયો છે. જ્યારે 24 કલાકમાં 770 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 32944 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 234 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 184, વડોદરામાં 77 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 58, ભાવનગરમાં 44, ભરુચમાં 47 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 21, ગાંધીનગરમાં 32, ખેડામાં 21, પાટણમાં 15, જામનગરમાં 16 કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 11464 એક્ટિવ કેસ છે. જેમાં 71 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 11393 સ્ટેબલ છે.

Share This Article