સુરતમાં કોરોનાના કેસનો આંકડો 10 હજાર નજીક પહોંચ્યો

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સુરત જાણે કોરોનાનુ એપી સેન્ટર બની રહ્યું હોય તેમ દિવસેને દિવસે કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં હવે કોરોનાના સંક્રમણ કેસનો આંકડો 10 હજાર નજીક પહોંચવા આવ્યો છે.

 

 

જિલ્લામાં 24 કલાકમાં વધુ 234 પોઝિટિવ કેસ નોંધાયા છે. 16 જુલાઈ સાંજથી 17 જુલાઈ સાંજ સુધીમાં સુરતમાં 234 કેસ નોંધાતાની સાથે કુલ કેસની સંખ્યા વધીને 9141 થઈ ગઈ છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 222 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

સુરતમાં અત્યાર સુધી 6080 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 5 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધી સુરતમાં 242 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. તો હાલ સુરત જિલ્લામાં 2819 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમને હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે.

Share This Article