પૃથ્વી તરફ તીવ્ર ગતિથી આવી રહ્યો છે વિશાળકાય એસ્ટેરોઈડ

admin
1 Min Read

વર્ષ 2020માં દેશ-દુનિયામાં હલચલ મચી ગઇ છે. સ્પેસની વાત કરીએ તો વર્ષ 2020માં બ્રહ્માંડ સુધી હલચલ મચી ગઇ છે. તેના સંદર્ભમાં નાસા સતત પોતાના ફેક્ટ્સ અને ચેતવણી જાહેર કરતું રહ્યું છે. આ વર્ષે કેટલાય સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ થવા ઉપરાંત પણ સ્પેસમાં ઘણી હલચલ જોવા મળી છે.

(File Pic)

દર બીજા દિવસે સ્પેસમાંથી આ પ્રકારની અજીબોગરીબ પરિસ્થિતિઓની માહિતી મળી રહી છે. ત્યારે આ અઠવાડિયામાં એક મહાકાય એસ્ટેરોઈડ તીવ્ર ગતિથી પૃથ્વી તરફ આવી રહ્યો હોવાની ચેતવણી અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ વ્યક્ત કરી છે. નાસાએ ચેતવણી આપતા જણાવ્યું કે, આ એસ્ટેરોઈડ સંભવિત રીતે ખતરો હોઈ શકે છે.

આ એસ્ટેરોઇડ બ્રિટેનના પ્રસિદ્ધ લેંડમાર્ક ચકડોળ “લંડન આઈ” ના આકારથી લગભગ દોઢ ઘણો મોટો છે. એવું પણ થઈ શકે છે કે આ “લંડન આઈ” ની તુલનામાં લગભગ 50 ટકા મોટો હોઈ શકે છે.

લંડન આઈ ૪૪૩ મિટર ઊંચું એક વ્હીલ છે, એટલે કે એસ્ટેરોઇડ આનાથી પણ મોટું હોવાની આશંકા છે. નાસાએ આ એસ્ટેરોઇડને Asteroid 2020 ND નામ આપ્યું છે અને તેમના અનુસાર, આ પૃથ્વી માટે જોખમી પણ સાબિત થઇ શકે છે. 24 જુલાઇ 2020એ આ Asteroid પૃથ્વીની સૌથી નજીક આવશે. નાસાની ચેતાવણી અનુસાર, આ એસ્ટેરોઇડ પૃથ્વી ગ્રહની 0.034 AU (Astronomical unit) ના રેન્જની અંદર સુધી આવશે.

Share This Article