ગુજરાતમાં કોરોનાનો વધતા જતા કહેરને લઈ તંત્રમાં દોડધામ, જાણો આજે ક્યાં નોંધાયા કેટલા કેસ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના સતત ત્રીજા દિવસે 1 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 22 જુલાઈથી 23 જુલાઈ સુધીમાં કોરોનાના 1078 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 52563 થઈ ગઈ છે.

(File Pic)

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 28 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2257 થયો છે. જ્યારે 24 કલાકમાં 718 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 37958 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(File Pic)

રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 256 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 210, વડોદરામાં 82 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 31, ભાવનગરમાં 39, રાજકોટમાં 59 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 23, બનાસકાંઠામાં 14 કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 12348 એક્ટિવ કેસ છે. જેમાં 89 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 12259 સ્ટેબલ છે.

Share This Article