ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૬ ખાતે ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડીયાના અધ્યક્ષ સ્થાને સામાજીક વનીકરણ અંતર્ગત તાલુકા કક્ષાનો ૭૦મો વન મહોત્સવ યોજાયો હતો. મુડેટી એસ.આર.પી કેમ્પ ખાતે યોજાયેલા કાર્યકમમા ધારાસભ્ય હિતુ કનોડીયાનુ પરંપરાગત આદીવાસી લોકનૃત્યથી સ્વાગત કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ કાર્યકમની શરૂઆત દીપ પ્રગટાવી સ્વાગત ગીત કરી કરવામા આવ્યું. જેમા ધારાસભ્ય હિતુ કનોડીયા અને પધારેલ મહેમાનોનુ ચંદનના છોડ આપી સન્માન કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ વિજયનગર કૉલેજના વિધાર્થીઓ દ્વારા હિન્દી અને ગુજરાતી ફિલ્મી ગીતો પર સુંદર ડાન્સ રજૂ કર્યૉ હતો. જેમા પરંપરાગત આદીવાસી લોકનૃત્ય સાથે લોકગીત પણ રજૂ કરવામા આવ્યા હતા. જેનાથી પ્રભાવિત થઈ મુડેટી એસ.આર.પી કેમ્પના સેનાપતિ એસ.આર.ઓડેદરા અને એએસઆઈ દ્વારા વિજયનગર કોલેજના વિધાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામા આવ્યો હતો. જેને હાજર સૌ કોઈ એ તાળીઓથી વધાવી લીધા હતા. ત્યારપછી એસઆરપી કેમ્પ કમ્પાઉન્ડમા ધારાસભ્ય હિતુ કનોડિયા, મુડેટી એસ.આર.પી ગ્રૂપના સેનાપતિ ઓડેદરા અને ઈડર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રભાઇ પટેલ અને હાજર આમંત્રિત મહેમાનોએ વૃક્ષોનુ વાવેતર કર્યું હતુ. જેમા ઈડર આર.એફ.ઓ હરેશ પંડયાના જણાવ્યા અનુસાર મુડેટી એસઆરપી કેમ્પ ખાતે વિશિષ્ટ વનીકરણ અંતર્ગત ૧૨૦૦ થી વધુ વૃક્ષોનુ વાવેતર કરવામા આવ્યુ હતુ. જેનુ મુડેટી એસઆરપી કેમ્પના જવાનો દ્વારા જતન કરવામા આવશે. આ પ્રસંગે વન વિભાગના કમૅચારીઓ ગ્રુપના Dysp બી.પી.પટેલ, Dysp બી.જી.રાઠોડ, Dysp એ.એન.ચૌધરી કેમ્પના તમામ Pi, Psi, જવાનો મુડેટીના પુવૅ સરપંચ દિનેશભાઈ દેસાઈ મુડેટી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -