અમરેલી-રાજુલાના ધારાસભ્યનો વીડિયો

admin
1 Min Read

અમરેલીના રાજુલામાં ધારાસભ્યનો વોલીબોલ રમતો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ધારાસભ્ય અમરીશ ડેરનો વોલીબોલ રમતો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. અમરીશ ડેર રાજુલાની એક બાલકૃષ્ણ વિદ્યાલયમાં બાળકો સાથે વોલીબોલ રમે છે અને તેમને પ્રોત્સાહન પણ આપે છે. આ પહેલા પણ તેઓ અનેક વાર વોલીબોલ રમી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે કોલેજકાળમાં ધારાસભ્ય અમરીશ ડેર વોલીબોલના ખેલાડી પણ રહી ચૂક્યા છે. આ વીડિયો ગઈકાલનો છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વોલીબોલ રમીને અમરીશ ડેરે પોતાની જૂની યાદો યાદ કરી હારી અને જુના સ્મરણો તાઝા કર્યા હતા. ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા સ્કૂલના બાળકો સાથે વોલીબોલ રમી બાળકોને પ્રોત્સાહિત પણ કર્યા છે. હાલમાં અમરીશ ડેરનો વોલીબોલ રમતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.

Share This Article