હેકાથોનમાં નવી શિક્ષણ નીતિ અંગે પીએમ મોદીનું સંબોધન

admin
1 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી ઓનલાઈન હેકાથોનના ભવ્ય સમાપનને સંબોધન કર્યું હતું. વિદ્યાર્થીઓને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ સંજોગોમાં આ સ્પર્ધા યોજવાનું પહેલું પડકાર હતું. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, આ પરિસ્થિતિઓમાં સ્પર્ધાને કરાવવી પ્રથમ પડકાર હતો.

(File Pic)

પીએમ એ કહ્યુ કે, તમે જે પડકાર પર કામ કરી રહ્યા છો, હું તેના વિશે જાણવા માટે આતુર છું. તેમણે કહ્યું કે, આપણી સુવિધાને પ્રભાવી, ઇન્ટ્રેક્ટિવ અને લોકોને અનુકૂળ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્ટસ એક ખુબ મોટી સુવિધા હોઈ શકે છે. પીએમે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા કહ્યું કે, ડેટા-સંચાલિત સમાધાનોની સાથે, હેલ્થકેર સમાધાન એક મોટો ફેરફાર ઊભો કરી શકે છે.

ગરીબોના મોટા ભાગના વિસ્તારમાં આજે સસ્તી સેવાઓ મળી રહી છે અને આયુષ્માન ભારત યોજના હેઠળ અમારો ઉદ્દેશ્ય પણ તે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારતમાં મહિલાઓની સ્વચ્છતા અંગે જાગૃતિ ઘણી મોડી આવી છે. છેલ્લા છ વર્ષમાં, મહિલાઓ આ દિશામાં પ્રયાસો કરી રહી છે. આપને જણાવી દઈએ કે, પોતાના સંબોધન પૂર્વે પીએમ મોદીએ ટિ્‌વટ કર્યું હતું કે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન આઇડિયા અને શોધનો વાઇબ્રેન્ટ ફોરમ તરીકે ઉભરી આવ્યો છે. ચોક્કસપણે આપણા યુવાનોએ આ વખતે તેમની શોધમાં કોરોના પછી દુનિયા પર કામ કરવું આવશ્યક છે. આ સિવાય તેઓ સ્વનિર્ભર ભારત પર પણ કામ કરશે.

Share This Article