નેપાળના રસ્તે પાકિસ્તાન, પાકિસ્તાને નવો નક્શો જાહેર કર્યો

admin
1 Min Read

ભારતનો દુશ્મન દેશ પાકિસ્તાને ફરીથી અવળચંડાઇ કરી છે. વારંવાર યુદ્ધમાં ધૂળ ચાટતા પાકિસ્તાને હવે જૂનાગઢ પર દાવો ઠોકી દીધો છે. નેપાળની જેમ જ પાકિસ્તાને હવે નવો નકશો જાહેર કરીને જૂનાગઢ, જમ્મૂ કાશ્મીર અને સિયાચીનને પણ પોતાનામાં સામેલ કરી દીધા છે. ભારત અને નેપાળ વચ્ચે સરહદ વિવાદમાં નેપાળ સરકારે ભારતનાં કેટલાક વિસ્તારોને પોતાના દેશમાં દર્શાવીને નકશો જાહેર કર્યો હતો. પાકિસ્તાને પણ હવે તે જ ચાલ અપનાવી છે.

પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને મંગળવારે એક બેઠકમાં દેશમાં નવો નકશો લાગુ કરી દીધો છે અને આ નકશામાં લદાખ, જમ્મૂ કાશ્મીર, સિયાચીન અને જૂનાગઢ પર દાવો ઠોકી દીધો છે.

આપને જણાવી દઈએ કે, પાકિસ્તાન પહેલાં નેપાળે આવું જ કૃત્ય કર્યું હતું. જેમાં નેપાળે વિવાદિત નકશાને પણ મંજૂરી આપી, જેમાં ભારતના કલાપાની, લિપુલેખ અને લિમ્પીયાધુરાનો સમાવેશ થાય છે. નેપાલે 20 મેના રોજ વિવાદિત નકશો બહાર પાડ્યો, જેને ત્યાંની સંસદ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. હવે તે સંયુક્ત રાષ્ટ્ર સંગઠન (યુએનઓ) અને ગૂગલ સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયને આ વિવાદિત નકશા મોકલવાની તૈયારી કરી રહ્યો છે.

Share This Article