કોરોનાના કપરા સમયમાં પણ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરમાં પોઝિટિવ ગ્રાફ જોવા મળ્યો

admin
2 Min Read

અત્યારના સમયમાં જ્યાં કોરોનાના પોઝિટિવ કેસ ની સંખ્યા વધી રહી છે તેની સામે ઘણી બધી કંપનીની બેલેન્સશીટ નુકસાન દર્શાવી રહી છે ત્યારે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન ઇન્ડસ્ટ્રીઝ માં જબરજસ્ત સકારાત્મક ગ્રોથ જોવા મળ્યો છે કારણ કે સીએનજી ગેસના ભાવમાં સખત ઘટાડો થયો અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ટૂંકા ગાળામાં ખૂબ જ વધુ ભાવ નો વધારો થયો ત્યારે લોકડાઉન માં અને પછી સીએનજી ગેસ નો ભાવ લગભગ યથાવત્ છે.

તેની અસરરૂપે 20% ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જ ડીઝલ આધારિત બોઈલર નો વપરાશ કરે છે અને બીજા યુનિટોએ ડીઝલ ની જગ્યાએ સીએનજી ગેસનો ઉપયોગ શરૂ કર્યો. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે આવનારી મહત્વની તકો પર રુદ્ર ગેસ એન્ટરપ્રાઇઝના ડાયરેક્ટર કશ્યપ પટેલે જણાવ્યુ કે "ભારત હવે ગેસ આધારિત ઈકોનોમી તરફ જઇ રહ્યું છે, મારુતિ કંપનીની પણ ચાલુ નાણાકીય વર્ષમાં અપેક્ષા છે કે સીએનજી વાહનોનું વેચાણ ૩૬ ટકા વધશે સાથે હ્યુન્ડાઈ પણ સીએનજીના વિકલ્પ માટે વિચારી રહી છે. માત્ર કંપનીઓ જ નહીં પરંતુ જે ગ્રાહકો પેટ્રોલ-ડીઝલમાં કાર ચલાવે છે તેમાંથી 10 થી 15 ટકા ગ્રાહકો સીએનજીને આગામી ટૂંકાગાળામાં અપનાવશે. છેલ્લા ૧૦ વર્ષના રેકોર્ડ મુજબ
સીએનજી ગેસનો ભાવ પેટ્રોલ ડીઝલના ભાવ કરતાં ૪૦ થી ૫૦ ટકા ઓછો રહ્યો છે અને વધુ સારી માઇલેજ પણ મળે છે. છેલ્લા એક દાયકાથી પણ વધુ ગુજરાત સીએનજી અને પીએનજી ગેસના વપરાશ માં સમગ્ર ભારતમાં ટોચ ઉપર રહ્યું છે. ૮૦ ટકાથી વધુ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ તથા કોન્ટ્રાક્ટર કે પાર્ટનર કંપનીઓ ગુજરાતમાંથી છે અને તે બધી કંપનીઓ સાથે મળીને સમગ્ર ભારતમાં સિજીડી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નો વિકાસ કરશે.

Share This Article