રાજકોટ AIIMSમાં સભ્યોની કરાઈ નિમણૂંક, ચેરમેન સહિતના સભ્યોની નિમણૂંક

admin
1 Min Read

કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર એવા રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ની ફાળવણી તાજેતરમાં જ કરવામાં આવી હતી. જેના ચેરમેન સહિતના સભ્યોની નિમણૂંક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ચેરમેન પદે દિલ્હીનાં ડૉક્ટર પ્રદીપ દવેની નિમણૂંક કરવામાં આવી છે.

(File Pic)

‌આ સાથે જ જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ અને સાંસદ સભ્ય એવા મોહનભાઈ કુંડારીયા અને પૂનમબહેન માડમની રાજકોટ એઈમ્સના સદસ્ય તરીકે કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, પ્રો. ડૉ. નવીન શેઠ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2008થી 2011 સુધી મેડિકલ ફેકલ્ટીનાં સદસ્ય રહી ચૂક્યાં છે. આ ઉપરાંત હાલમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એજ્યુકેશન રેગ્યુલેશન કમિટીના ચેરમેન તથા ફાર્મસી બોર્ડ, એઆઈસીટીના સભ્યપદે પણ કાર્યરત છે.

મેડિકલ અને ફાર્મસી ક્ષેત્રે તેમના અભૂતપૂર્વ પ્રદાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ એઈમ્સના સદસ્ય તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી છે. આ અંગે GTUના કુલપતિ પ્રો.ડો. નવીન શેઠે જણાવ્યું છે કે “કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર એવા રાજકોટમાં એઈમ્સની ફાળવણી કરી છે. જે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ આનંદની વાત છે.

Share This Article