પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ વધ્યું

admin
1 Min Read

અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વધતા ઉપયોગને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યુ છે. અમદાવાદમાં પ્લાસ્ટિકનું વેચાણ કરતા એકમો પર AMCએ લાલઆંખ કરી છે. શહેરના તમામ ઝોનમાં AMC દ્વારા તપાસ હાથધરવામાં આવી છે. જેમાં વેજલપુર, આંબાવાડી અને સરખેજની 5 જેટલી દુકાનોમાંથી પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા વેપારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તમામ પ્લાસ્ટિકનો જથ્થો સીલ કરી રૂ. 36 હજારનો દંડ પણ વસુલવામાં આવ્યો છે. તો તહેવાર સમયે જ AMCની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેશનની ટીમે વિવિધ દુકાનો અને પ્લાસ્ટિકનું વેચાણ કરતા એકમો પર તપાસ હાથ ધરી હતી. તંત્રએ દુકાનો, શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓની લારી પર પણ તપાસ હાથ ધરી હતી. તેમજ GPCBના નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો વિરુદ્ધ આગામી સમયમાં કાર્યવાહી કરવાની તંત્રએ તૈયારી દાખવી છે.

Share This Article