વડોદરાના ઈંટોલા ગામનો બનાવ

admin
1 Min Read

વડોદરા શહેરમાં તેમજ જિલ્લામાં ભારે વરસાદને કારણે પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી.તેવામાં રહેણાંક વિસ્તારોમાં મગરો પ્રવેશવાની અનેક ઘટનાઓ બની હતી. ત્યારે શહેર નજીક આવેલ ઇંટોલા ગામની મોટી ભાગોળમાં આવી ચઢેલા 10.5 ફૂટના મહાકાય મગરનું વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. મળતી માહિતી મુજબ, વડોદરા શહેર નજીક આવેલા ગતરાત્રે પણ ઈંટોલા ગામની મોટી ભાગોળમાં વીશાળ મહાકાય મગર જોવા મળતા ગ્રામજનોના જીવ પડીકે બંધાયા હતા. સ્થાનિક રહેવાસી સંજયભાઈએ આ બનાવની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને કરતા તેઓ તેમની ટીમ સાથે ઈંટોલા ગામ ખાતે દોડી ગયા હતા અને કીચડમાંથી 2 કલાકની ભારે જહેમત બાદ 10.5 ફૂટના મહાકાય મગરને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો હતો. મગર પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મહાકાય મગરનું રેસ્ક્યુ કરી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા મગરને સહી સલામત વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ પહેલા પણ ઈંટોલા ગામમાં 11 ફૂટ અને 3.5 ફૂટના મગરના બચ્ચાંનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

Share This Article